fbpx
ગુજરાત

પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, નકલી ડોક્ટરને SOG ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પાટણ જીલ્લામાં ઝોલા છાપ ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે. હારીજના કતાર ગામ પાસે નકલી દવાખાનું ચલાવતો હતો. અજીત નામના નકલી ડોક્ટરને ર્જીંય્એ ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નકલી ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. અગાઉ પાટણમાં રહેતા નીરવ નામના યુવકના લગ્ન ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયા હતા. લગ્નના ૮ વર્ષ બાદ પણ પત્નીને સંતાન ન થતાં પતિ-પત્ની પરેશાન હતા.

દરમિયાન, માર્ચ ૨૦૨૩ માં, યુવકે પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ક્લિનિક ચલાવતા અમરત રાવલ નામના વ્યક્તિ સાથે વાત કરી. પછી તેણે નીરવને કહ્યું કે અનાથ બાળકો અવારનવાર અમારી હોસ્પિટલમાં આવે છે. જાે તમે બાળકને દત્તક લેવા માંગતા હોવ તો મને જણાવો. પછી નીરવે તેને કહ્યું કે જાે કોઈ સારું બાળક આવે તો તેને જણાવજે. થોડા દિવસો પછી હોસ્પિટલમાંથી ફોન આવે છે કે બાળક આવી ગયું છે અને તે બેબો છે. જાે તમારે જાેવું હોય તો અહીં આવો. બાળકના દત્તકના કાગળો માંગતા સુરેશ કહે છે કે હવે બાળકનું બર્થ સર્ટિફિકેટ તમારા નામે થઈ ગયું છે,

તેથી દત્તક લેવાના કાગળોની જરૂર નથી. ૧૦ દિવસ પછી બાળકની તબિયત બગડે છે અને બાળકનું માથું અચાનક મોટું થઈ જાય છે, જેથી પરિવાર તેને હોસ્પિટલ લઈ જાય છે. જ્યારે બાળકનું સ્કેન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે છે, ત્યારે ડૉક્ટર પરિવારને કહે છે કે તેને માથામાં પ્રવાહી ભરવાની સમસ્યા છે. આ જાણીને પરિવાર ડરી જાય છે અને યુવક સુરેશને ફોન કરીને કહે છે કે તે હવે બાળક દત્તક લેવા માટેના કાગળો તૈયાર નહીં કરે અને બાળક બીમાર છે, તેથી તેને પાછો લઈ જવો જાેઈએ. થોડા દિવસો પછી, સુરેશ આવીને બાળકને લઈ જાય છે. જ્યારે યુવકે પૈસા પાછા માંગ્યા ત્યારે સુરેશ કહે છે કે હવે આ બાળકને કોઈ લઈ જશે નહીં, તેથી તેને આશ્રમમાં જ રાખવો પડશે. જ્યારે યુવક સતત પૈસા માંગે છે, ત્યારે સુરેશ ૩૦,૦૦૦ રૂપિયા પરત કરે છે, પરંતુ જ્યારે યુવકે બાકીના પૈસા ન આપતાં તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts