ગુજરાત

નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ, વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરી

દાહોદમાં નકલી ઈન્મકટેક્ષ અધિકારી બનીને ૬ શખ્સોએ એક વેપારી પાસેથી ૨૫ લાખની માંગણી કરી. દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી ઇન્કમટેક્સ રેડમાં પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.૨૫ લાખની માંગણી કરી હતી અને રૂ. ૨ લાખ રોકડા પણ લીધા હતા. આ મામલે મળતી માહિતી મુજબ, ૬ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ વેપારી અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને રેડ પાડી હતી.

નકલી ઇન્કમટેક્સ અધિકારીઓના વેશમાં આવેલા આ શખ્સોએ વેપારીને ધમકાવી દાગીના અને ચોપડા જમા કરવાની ધમકી આપી હતી. જાે કેસ ન કરવા માટે વેપારી પાસેથી રૂ. ૨૫ લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ. ૨ લાખ રોકડા પણ લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય જ્યારે અન્ય ૪ આરોપીઓ હજુ પકડાયા નથી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે, લોકોમાં ભારે રોષ છે. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ હજુ પણ અન્ય ૪ આરોપીઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ હાથ ધરી છે.

Related Posts