થાનગઢમાં ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનનો આક્ષેપ
થાનગઢ ખાતે આવેલ માં ચામુંડા ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. થાનગઢ ખાતે આવેલ માં ચામુંડા ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. પ્રસૂતાની પીડા ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ગાયનેક ડોક્ટરે પહેલા નોર્મલ ડિલિવરી થશે તેમ કહ્યું પરંતુ બાદમાં સીઝેરીયન કરવું પડશે તેમ જણાવી પ્રસૂતાની સિઝેરિયન ડિલિવરી કરી. અને ત્યારબાદ પ્રસૂતાની તબિયત વધુ લથડતા તેને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
આ બનાવને પગલે પરિવારજનોએ થાનના ગાયનેક ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ થાનગઢ ખાતે જયંતિભાઈ પનારાના પુત્ર સંજયની પત્ની વીજુબેન પનારા ગર્ભવતી બન્યા બાદ મા ચામુંડા ગાયનેક હોસ્પિટલમાં સારવાર લેતા હતા. વીજુબેન પનારાને પ્રેગનન્સીનો ૯મો મહિનો ચાલી રહ્યો હતો. દરમ્યાન પ્રસૂતાની પીડા ઉપડતા વીજુબેન પનારાને તેમના પરિવારજનો માં ચામુંડા હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે વીજુબેનની ડિલીવરીનો સમય થઈ ગયો છે કહ્યું. ડોકટરે પહેલા નોર્મલ ડિલિવરી થશે તેમ કહ્યું.
પરંતુ બાદમાં કોઈ કારણસર સિઝેરિયન કરવું પડશે તેમ જણાવી સિઝેરિયનનું ઓપરેશન કર્યું. આ ઓપરેશન બાદ પ્રસુતાની તબિયત વધુ લથડતા ડોકટરે તેમને સુરેન્દ્રનગરની હોસ્પટિલમાં લઈ જવા કહ્યું. જેના બાદ વીજુબેનને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા. ત્યાં સારવાર કરનાર ડોક્ટરે પ્રસૂતાની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જણાવી વેન્ટીલેટર પર રાખી જરૂરી સારવાર પૂરી પાડી. પરંતુ બીજા જ દિવસે પ્રસૂતાની કિડની કામ કરતી ના હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. હાલમાં પ્રસૂતા વીજુબેન અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે. પ્રસૂતા વીજુબેનની સ્થિતિ આટલી હદે ગંભીર બનતા મહિલાના પરિવારજનોએ માં ચામુડા હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતા થાનગઢની હોસ્પિટલમાં ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલાની તપાસમાં ડોક્ટરની બેદરકારી સામે આવશે તો કાયદાકીય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું.
Recent Comments