૨૦૧૦માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગના
કુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. ૧૭ મે ૧૯૩૦ ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે ઈ.સ.૧૯૬૭માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે.
કુમુદિની લાખિયાએ પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) કોરિયોગ્રાફી માટે જાણીતા હતા. તેમના સૌથી પ્રસિદ્ધ નિર્દેશન આ મુજબ છે: ધબકાર, યુગલ, અને અતહ કિમ (ક્યાં હવે?), જે તેમણે ૧૯૮૦માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમ્યાન રજૂ કર્યા હતા.
તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (૧૯૮૧)માં કોરિયોગ્રાફી કરી હતી. તે કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના ઘણા શિષ્યો ધરાવે છે.
ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન

Recent Comments