અમરેલી

સાવરકુંડલા જેટકો ડીવીજનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે 29 વર્ષ ફરજ બજાવી જે.જે.જોષી વય મર્યાદાથી નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ જેટકો ડિવિઝન ઓફિસમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જે.જે.જોષી તારીખ 26/03/1997ના રોજ જી.ઈ.બી. વિભાગમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે સાવરકુંડલા ટી.આર. ડિવિઝનમાં નોકરીમાં જોડાયા હતા તારીખ 04/04/2004ના રોજ સિનિયર આસીસ્ટન્ટ તરીકે પ્રોમશન મેળવી ખૂબજ સારી રીતે પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી ઓગણત્રીસ વર્ષની નોકરી પૂર્ણ કરી વય મર્યાદાથી નિવૃત થતા પી.જી.વી.સી.એલ., જેટકો ના અધિકારીઓ, કર્મચારીઓ, બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા જે.જે.જોષી ને શ્રીફળ, સાકર નો પડો, ફુલહાર, મોમેન્ટો અર્પણ કરીને વિદાય આપવામાં આવી હતી.

Related Posts