ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી તા ૨૫ થી ૨૭ ડીસે. કુલ ૦૩ દિવસ દરમ્યાનભારે માવાઠાની
હવામાન ખાતાની આગાહીના સમાચારનાં સંદર્ભમાં રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તેમજ કૃષિ સચિવ ને પત્ર લખી સંભવિત માવઠાની સચોટ માહિતિ મેળવી અસર વાળા વિસ્તારનો સર્વે કરવા તેમજ માવઠાના સમય દરમ્યાન સરકાર દ્વારા ખરીદવામાં આવેલો કે ખેડૂતો પાસે રહેલો અથવા રસ્તામાં લાવવા – લઇ જવાના સમયે વરસાદ થી પાક બગડે નહિ તે માટે માવઠાની સંભવિત અસરવાળા વિસ્તારનાખેડૂતો તેમના વિસ્તારના વિવિધ ખરીદી કેન્દ્રો પર ન જાય અને આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા આ વિસ્તારને નિશ્ચિત કરી તે વિસ્તારના ખેડૂતોને અગાઉથી જ સચોટ માહિતી મળે તેમજ આ દિવસો દરમ્યાન બંધ રહેલી ખરીદી પછીના દિવસોમા વધારી આપવામાં આવે તો ખેડૂતો ને થનાર નુકશાન સામે રક્ષણ આપવા માટે યોગ્ય કારવાહી કરવા ભલામણ કરી છે.
રાજ્યમાં સંભવિત માવઠા દરમ્યાનખેડૂતોને નુકશાનન થાય તે સરકારમાં પત્ર લખી જાણ કરતા ખેડૂતનેતા દિલીપ સંઘાણી

Recent Comments