ગુજરાત

ભાજપ સરકારના ડિજિટલ ઇન્ડિયાના ડિંડકમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીય ભંડેરી

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ખેડૂતો પાસેથી કરાવવામાં આવ્યું હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતો પોતાના માલની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે. તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ અચાનક સરકારશ્રી દ્વારા ગુજરાતના એક લાખ ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે સેટેલાઈટ ઇમેજ દ્વારા તમારા ખેતરમાં વાવેતર કરેલ પાક મેચ ન થતો હોવાથી તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. ખરેખર તો જે ખેડૂતોએ ચણા અને રાયડાના પાકનું વાવેતર કરેશ હોય તેણે પોતાના ગામના ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પાસે પાણી પત્રકમાં પણ પાકની નોંધણી કરાવેલ હોય છે તો આમાં સેટેલાઈટ ઇમેજ મેચ કરવાની વાત જ ક્યાં આવે છે. જો ખરેખર ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા તથા રાયડાની ખરીદી કરવા ઈચ્છતી હોય તો ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા ખેડૂતોના પાણી પત્રકમાં નોંધાયેલા પાકના આધારે ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ખરીદી સરકારે કરવી જોઈએ, પરંતુ તેમ કરવાના બદલે ખેડૂત વિરોધી ગુજરાતની ભાજપ સરકારે અંદાજે ૬૦,૦૦૦ જેટલા ચણાનુ વાવેતર કરેલ ખેડૂતો અને ૪૦,૦૦૦ જેટલા રાયડાનુ વાવેતર કરેલ ખેડૂતો એમ બંને મળીને કુલ એક લાખ ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, આમ ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરતા ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Related Posts