અમરેલી

બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને વિવિધ ૪૭ ઘટકોમાં મળશે સહાય

અમરેલી જિલ્લામાં બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૨૪ થી તા.૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવી.
 
વર્ષ ૨૦૨૫-૨૬ માટે અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી કાચા મંડપ, અર્ધ કાચા મંડપ, શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય,  ટુલ્સ ઇક્યુપમેન્ટ વજન કાંટા તાલપત્રીમાં સહાય, પપૈયા, કેળ ટીસ્યુ પ્રોસેસિંગ સાધનો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો, નાળિયેર વાવેતર વિસ્તાર, ટિસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય, ટાંકા બનાવવા, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ગોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, શોર્ટિંગ ગ્રેડિંગ, પેકિંગ એકમના નિર્માણ માટે તેમજ હવાઈ માર્ગે બાગાયત પેદાશોની નિકાસ માટેના નૂર સહાય, વોટર સોલ્યુબલ ખાતરમાં મહિલા લાભાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) વગેરે જેવા વિવિધ યોજનાઓમાં ૪૭ ઘટકોમાં સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ 2.0 મારફતે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.  આ અરજી http://ikhedut.gujarat.gov.in વેબસાઈટ ઉપર કરી શકાશે.
 
 બાગાયતદાર ખેડૂતો બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઇ – ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. બાગાયતદાર ખેડુતોએ બાગાયતી યોજનાઓનો લાભ મેળવવો હોય તો તે તમામ ખેડુતોએ આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવી.   આ ઉપરાંત અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ મેળવી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવી, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરુરી સાધનિક કાગળો સાથે  નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં,  અમરેલી ખાતે રજૂ કરવી.

 આ અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા બાગાયત કચેરીનો રુબરુ અથવા ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો,  તેમ અમરેલી જિલ્લા બાગાયત કચેરી નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts