અમરેલી

હાલોલ ખાતે આયોજિત “પ્રાકૃતિક કૃષિ ચોપાલ” કાર્યક્રમમાં અમરેલીના ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું

તારીખ ૨૯.૧૦.૨૦૨૫, બુધવારના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને દૂરદર્શન કિસાન ટીમ દ્વારા “કૃષિ ચૌપાલ” કાર્યક્રમનું ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, GNFSU, અમરેલી હેઠળ દત્તક લીધેલ ગામોના પ્રાકૃતિક ખેતી કરતાં ૩૧ જેટલા સફળ ખેડૂતોને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડીયાના હસ્તે થયું હતું.

તેમણે જણાવ્યું હતું કે “પ્રાકૃતિક ખેતી એ આપણા પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડતી એક સુસ્થિર ખેતી પદ્ધતિ છે, જે જમીન,પાણી અને માનવ આરોગ્યને સંતુલિત રાખે છે.” આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેનો છે.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડૉ. પ્રભુ નાયકા, કુલસચિવશ્રી અને આચાર્યશ્રી, GNFSU, હાલોલ, ડૉ. ગોપાલ વાળોદરિયા, સંશોધન નિયામકશ્રી, GNFSU, હાલોલ: ડૉ. રશ્મિકાન્ત ગુર્જર, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, GNFSU, હાલોલ: ડૉ. સ્વપ્નિલ દેશમુખ, આચાર્યશ્રી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી; ડૉ. રઘુનંદન બી. એલ., સહ પ્રાધ્યાપક, GNFSU, હાલોલ: ડૉ. અલ્પેશ ભીમાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, GNFSU, હાલોલ; કુ.રવિના અમીપરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, GNFSU, હાલોલ ડૉ. ધારા પ્રજાપતિ, મદદનીશ પ્રાધ્યાપકદ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાકનું મહત્વ અને તેના ફાયદા, સૂક્ષ્મજીવાણુઓનું પ્રાકૃતિક ખેતીમાં મહત્વ, આચ્છાદન કરવાના ફાયદા, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, સપ્તધાન્યાકુર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુંઠાસ્ત્ર બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિષે વિગતવાર વૈજ્ઞાનિક ઢબે ખેડૂતોને માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત, ખેડૂતોના પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો નિરાકરણ કરવામાં આવ્યું તેમ આચાર્યશ્રી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીની એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts