ટમેટા માં કોકડવા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
અમરેલી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર ખેડૂતો ટમેટાનું વાવેતર કરે છે અને ટમેટાના સામાન્ય ભાવ હાલ મળી રહ્યા છે પરંતુ અનેક વિસ્તારની અંદર ટમેટાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે તમે ટમેટા માં કોકડવા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવ્યું કે અમરેલી સહિતના મોટાભાગના વિસ્તારોની અંદર ખેડૂતો શાકભાજી વર્ગનું વાવેતર કરે છે શાકભાજી વર્ગના વાવેતર કરી અને ખેડૂતો સારી એવી કમાણી પણ કરે છે અમરેલી સહી તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે ટમેટાનું ઉત્પાદન પણ સારું મળી રહે છે હાલના સમયે ટમેટામાં કોકડવા નામનો રોગ આવ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો રોગ નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે..
કોકડવા રોગ નિયંત્રણ કરવા માટે ડાયમિથોએટ 30 એસી 15 મીલી અથવા સ્પાયરોમેસીફેન 20 મિલી 15 લીટર પાણીમાં દ્રાવણ બનાવી અને છટકાવ કરવામાં આવે તો રોગ નિયંત્રણ થઈ શકે છે સાથે જ ખેડૂતોએ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેવી જોઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને ભલામણ કરવામાં આવેલી દવાનો સરકાર કરવાથી રોગ નિયંત્રણ સહેલાઈથી કરી શકાય છે.અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો શાકભાજી વર્ગનું વાવેતર કરે છે પરંતુ હાલ શાકભાજીનો ભાવ 5 થી 10 રૂપિયા મળી રહ્યો છે તો સાથે જ ટમેટા ના વાવેતર બાદ હાલ ટમેટામાં કોકડવા રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
Recent Comments