અમરેલી

અમરેલી તાલુકામાં ખેડૂતોને ટ્રાયકોડરમાં ફૂગનાશક પાવડર અને નીમ ઓઇલ પર ૫૦ ટકા સબસિડીનો લાભ લેવા અનુરોધ

અમરેલી તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકાના ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કેટ્રાયકોડરમાં ફૂગનાશક પાવડર ઉપર ૫૦ ટકા (એક કિલો દીઠ રૂ. ૫૫) તથા નીમ ઓઇલ પર પણ ૫૦ ટકા સબસિડી આપવામાં આવતી હોવાથી ખેડૂતોએ આ લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત લાભ લેવાની ઈચ્છા ધરાવતા ખેડૂત મિત્રોએ લાભ લેવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો આધારકાર્ડ૮-અ સાથે લાવવાના રહેશે. ખેડૂતોએ  વિતરણ સ્થળ ખેડૂત ખરીદ વેચાણ સંઘપેટ્રોલપંપની બાજુમાંજેસિંગપરાઅમરેલી  ખાતે વહેલા તે પહેલાના ધોરણે સંપર્કકરવાનો રહેશે. વધુ માહિતી માટે મો. નં. ૬૩૫૪૪ ૧૧૦૪૨ (ગોપેશભાઈ) પર સંપર્ક કરવા વિસ્તરણ અધિકારીશ્રી આર.એમ. શેખવા (ખેતીવાડી)  તાલુકા પંચાયત અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Related Posts