ગુજરાત સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ માસમાં થયેલા ભારે વરસાદથી ઉદ્દભવેલી પરિસ્થિતિને ધ્યાને લઇ પાક નુકસાન અંગે વિવિધ માધ્યમથી થયેલ આંકલન મુજબ અમરેલી,જામનગર, જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને કપાસ પાકમાં થયેલા નુકસાન અંતર્ગત મદદરૂપ થવા સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં કુલ ૩૦૧ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં કપાસ પાકમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માટે સહાય મળવાપાત્ર થનાર છે.
અમરેલી શહેર વિસ્તારના ફક્ત કપાસ પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોએ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અમરેલી નગરપાલિકા કચેરી અને સિવિલ સેન્ટર, જેસિંગપરા એમ આ બંને જગ્યાએ અમરેલી નગરપાલિકા દ્વારા “કૃષિ રાહત પેકેજ” અંતર્ગત અમરેલી શહેરના ખેડૂતો માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ માટે તા.૦૨- ૦૯- ૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન VCE/VLE મારફત જ અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી સહિ કરીને નિયત નમૂનામાં ગામ નમૂના નં. ૮-અ, તલાટી કમ મંત્રીનો નુકસાનગ્રસ્ત કપાસ પાક વાવેતર વિસ્તારનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર કાર્ડના નંબર અને તેની નકલ, મોબાઇલ નંબર, સેંવિગ / બચત ખાતાનો બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની સ્વચ્છ નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો, કપાસ નુકસાનનીના અધાર પુરાવાની નકલ હોય તો તે સાથે જોડીને ગ્રામપંચાયત કે ઈ-ગ્રામ કેંદ્ર ખાતેથી VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. આ સહાય પી.એફ.એમ.એસ મારફ્ત ડી.બી.ટી. થી ચુકવણી કરવાની થતી હોય અરજદારે ખાસ પોતાનો સેવીંગ -બચત બેંક ખાતું ચાલુ હોય તે વિગતો ખાસ ચકાસણી અને ખાતરી કરી ને જ અરજી કરવાની રહેશે.
વધુ જાણકારી માટે આપના સીટી તલાટી(કસ્બા તલાટી), ગ્રામસેવક, વીસીઇ તેમજ તાલુકાકક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીનો સંપર્ક કરવા અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


















Recent Comments