અમરેલી

દામનગર પંથક ના ગ્રામ્ય માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાની. મગફળી તલ કપાસ જેવા પાકો મોઢે આવેલ કોળિયો ઝુટવાય જવાની સ્થિતિ

દામનગર પંથક ના  શાખપુર સહિત માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની લાઠી તાલુકાના શાખપુર સહિત ના ગામો મેઘરાજા સતત વરસી રહ્યા છે ખેડૂતોને મગફળી કપાસ અને તલ જેવા પાકોમાં ભારે નુકશાની થઈ રહી છે ખેડૂતોના મોઢે  આવેલો કોળિયો છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે જગત નો ચિંતામાં છે અને સતત વરસાદના પગલે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે વહેલી તકે આ વિસ્તારના ખેડૂતોનો સર્વે કરી અને સહાય ચૂકવવા કૃષિ મંત્રી સમક્ષ શાખપુર સરપંચ  જશુભાઈ ખુમાણ દ્વારા માંગણી કરી છે 

Related Posts