માહિતી બ્યુરો, ભાવનગર
કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી
“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” શરૂ કરવામાં આવશે. જે દરમિયાન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ વિજ્ઞાન
કેન્દ્ર, કૃષિ વિશ્વ વિદ્યાલયોના વૈજ્ઞાનિકો અને જિલ્લાના ખેતી, બાગાયત, આત્મા પ્રોજેક્ટ જેવા રાજ્ય સરકારના
વિભાગોના અધિકારીઓ સાથે સ્થાનિક ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓના સહયોગથી રચાયેલ ટુકડીઓ જિલ્લાના
તમામ તાલુકાઓના વિવિધ ગામમાં ભ્રમણ કરી ખેડૂતોને સ્થાનિક આબોહવા, જમીન અને પાણીની પરિસ્થિતિને
અનુરૂપ અદ્યતન કૃષિ તકનિકો, ભલામણો, કૃષિ સહાય યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ જેવી વિવિધ બાબતે માર્ગદર્શન
આપવામાં આવશે.
આ એક નવું મહત્વપૂર્ણ અને સર્જનાત્મક અભિયાન છે. જે અંતર્ગત દેશભરના જિલ્લાઓમાં રચાયેલ ૨૧૦૦
થી વધુ ટુકડીઓ દ્વારા ૬૫ હજારથી વધુ ગામડાઓનું ભ્રમણ કરી ૧.૩૦ કરોડથી વધુ ખેડૂતોનો સ્થાનિક કક્ષાએ સીધા
સંવાદ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં રચાયેલ બે ટુકડીઓ દ્વારા તા. ૨૯ મે
થી તા. ૧૨ જૂન સુધીમાં તમામ તાલુકાઓના વિવિધ ગામોમાં ખેડૂતોનો સંપર્ક કરી તેઓને આગામી ખરીફ ઋતુને
અનુલક્ષીને વિવિધ વૈજ્ઞાનિક ભલામણો, તકનિકો, સરકારશ્રીની સહાયલક્ષી યોજનાઓ બાબતે માર્ગદર્શન આપવામાં
આવશે.
વિવિધ ગામોમાં ખેડૂતો સાથે ખરીફ ઋતુને અનુલક્ષીને વૈજ્ઞાનિક ભલામણો, તકનિકો, સરકારશ્રીનીસહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે

Recent Comments