જ્ય સરકાર કમોસમી વરસાદમાં પાક નુકસાનીની સ્થિતિ બાદ તત્કાલ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ. ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. આ તકે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામના ખેડૂત શ્રી અશ્વિનભાઈ ઢોલરીયાએ રાહત પેકેજને સહર્ષ આવકાર્યુ હતું. તેઓશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો સંવેદનશીલ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને અતિવૃષ્ટિથી ઉભી થયેલ પરિસ્થિતિ અને ખેડૂતોને થયેલ પાક નુકશાનીની સ્થિતિનું સ્વંય નિરિક્ષણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પંચરોજકામને આધાર બનાવીને ત્વરાએ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કર્યું છે.


















Recent Comments