ગુજરાત

ભાવનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટુ; તલના ભાવ નહી મળતા ખેડૂતો મુશ્કેલીમાં

ભાવનગર જિલ્લાના ખેડૂતોને હાલ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તલના માર્કેટયાર્ડમાં ભાવ નહી મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. હાલ ૧૬૦૦ થી ૧૮૦૦ જેટલા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે તલના ભાવ ૧૭૦૦ થી ૨૨૦૦ રૂપિયા જેટલો મળી રહ્યા હતા. પરંતું એકાએક તલના ભાવ તૂટતા ખેડૂતોને ફરી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.
રાજ્યમાં એક તરફ કમોસમી માવઠાનો માર બીજી તરફ ખેડૂતોને પાકેલી જણસનો પોષણક્ષમ ભાવ નહી મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને તલના પોષણક્ષમ ભાવ નહી મળતા પડ્યા પર પાટુ જાેવા મળ્યું છે. આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે, ગત વર્ષે તલના જે પ્રમાણે ભાવ મળતા હતા. તે હાલ મળી રહ્યા નથી. ગત વર્ષે આજ તલના ભાવ ૩૫૦૦ થી ૪૦૦૦ મળતા હતા. તે ઘટીને માત્ર ૨૫૦૦ થી લઈ ૩૦૦૦ થઈ ગયા છે. સફેદ તલના ભાવની વાત કરીએ તો સફેદ તલ ગત વર્ષ ૩૦૦૦ થી ૩૫૦૦ માં વેચાયા હતા. આજે માત્ર ૧૪૦૦ થી ૧૬૦૦ જેટલો ભાવ થઈ જતા ખેડૂતોને ફરી એકવાર પડયા પર પાટુ જાેવા મળી રહ્યું છે. તેલના પાકમાં ખેડૂતોને ખૂબ મહેનત કરવી પડી છે. મોંઘાદાટ ખાતર તેમજ બિયારણ નાંખીને પાકની માવજત કરવામાં આવે છે. પરંતુ યાર્ડ સુધી આ જણસ પહોંચે ત્યારે તેના ભાવ નથી મળતા. આ બાબતે સરકાર દ્વારા સત્વરે તલમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે પડેલા કમોસમી વરસાદના કારણે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ગગડી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. જેને કારણે ખેડૂતો ઓછા ભાવે તલ જણસ વેચાણ કરવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની સિઝન હોવાના કારણે બીજા પાકોમાં નિંદામણ કરવાની હોય અને તેને લઈ હાલ ખેડૂતો ન છૂટકે પણ ઓછા ભાવે તલ, જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા મજબૂર બન્યા હતા.

Related Posts