બનાસકાંઠામાં કાંકરેજના ખેડૂતોને વીજ થાંભલા નાખ્યા પછી વળતર ન મળતાં આક્રોશ
બનાસકાંઠાના કાંકરેજના ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો ખેતરોમાંથી વીજ લાઇન નાખવામાં આવી રહી છે. પાવર ગ્રિડ કોર્પોરેશનની ૭૬૫ કેવીની વીજલાઇન નંખાઈ રહી છે. વીજ પોલ નાખવામાં આવ્યા પછી વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ગુસ્સો છે. બનાસકાંઠાના કાંકરેજના ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો ખેતરોમાંથી વીજ લાઇન નાખવામાં આવી રહી છે.
પાવર ગ્રિડ કોર્પોરેશનની ૭૬૫ કેવીની વીજલાઇન નંખાઈ રહી છે. વીજ પોલ નાખવામાં આવ્યા પછી વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ગુસ્સો છે. ખેડૂતોએ તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂતોને યોગ્ય વળતરનું વચન આપી તેમના ખેતરમાંથી વીજલાઇન નાખી દેવાઈ, પણ હવે વળતરના નામે ખેડૂતોને ડિંગો બતાવવામાં આવી રહ્યો છે. કંપનીના અધિકારીઓ ખેડૂતોના વળતરના મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ખેડૂતો તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.બનાસકાંઠાના ખેડૂતોને લાગી રહ્યુ છે કે વીજ લાઇન નાખવા માટે તેંમની સંમતિ લેવાઈ ગઈ અને તેમને વળતરના મૌખિક વચનો આપવામાં આવ્યા, પરંતુ હવે વીજ કંપનીઓ તેમને વળતર આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે. આના પગલે તેઓમાં આક્રોશ છે. તેઓ કલેક્ટર કચેરીમાં તેના અંગે રજૂઆત કરવા જવાના છે. આ રજૂઆત બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર નહીં પડે તો તેઓ આ બાબતે આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. તેની સાથે આજુબાજુના ગામડામાં તથા આ વિસ્તારમાં વીજ લાઇન નાખવા દેવામાં આવે તે સુનિશ્ચિત કરશે.
Recent Comments