—
અમરેલી, તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૫ (બુધવાર) ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તેવા અમરેલી જિલ્લાના ખેડૂતોને https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/# વેબસાઇટ પર જાતે જ એકદમ સરળતાથી નોંધણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તા.૦૧.૦૧.૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લામાં ખેતીની જમીન ધરાવતા તમામ ખેડૂત ખાતેદારો કે જમીન રેકોર્ડ ૮-અ/૭-૧૨માં ખેડૂત તરીકે નામ ધરાવતા હોય અથવા જે જમીનધારક ખેડૂતો જિલ્લામાં હાલ વસવાટ કરે છે અથવા બહાર રહેતા હોય તેવા તમામ ખેડૂત ભાઇ-બહેનોએ ફાર્મર આઈડી મેળવવાની પ્રક્રિયા કરવી, આ માટે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરવી આવશ્યક છે.
ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો રુબરુ જઇને અથવા નજીકના કોઇપણ C.S.C. સેન્ટર પરથી પણ આ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાના આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહીને કરાવવી, આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા તદ્દન વિનામૂલ્યે છે.
રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (વિ.સી.ઇ.) કે કોઇપણ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) કે તલાટી કમ મંત્રીનો સંપર્ક પણ કરી શકાય છે. શહેર વિસ્તાર માટે સિટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરવું.
ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજીટલ પ્લેટફોર્મ મારફત સરકારના કૃષિ ધિરાણ કે કે.સી.સી. લોન સહિત તમામ વિવિધ યોજનાકીય લાભો અને માર્કેટ સંબંધિત જાણકારી મેળવવાનું સરળ થશે.
આ અંગે વધુ વિગતો માટે ખેડૂતોએ ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી (કસ્બા તલાટી) તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી – મામલતદારશ્રીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments