રાષ્ટ્રીય

ખેડૂતોને હવે ગેરન્ટી વગર ૨ લાખની લોન મળશે

રિઝર્વ બેકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના ર્નિણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા રિઝર્વ બેકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના ર્નિણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા છે. તેમણે વિના કોઈ ગેરન્ટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને રૂ. બે લાખ કરી દીધી છે. એ પહેલાં એ મર્યાદા રૂ. ૧.૬ લાખ હતી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર ૨ લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા ૧.૬ લાખ રૂપિયા છે. અગાઉ, સતત ૧૧મી વખત, ટએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો ર્નિણય લીધો હતો. એટલે કે રેપો રેટ ૬.૫ ટકા પર રહેશે.

બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને ૪ ટકા કર્યો છે. જેના કારણે દેશની બેંકોને ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે. નાણાકીય નીતિની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત કૃષિ લોનની મર્યાદા ૧.૬ લાખ રૂપિયાથી વધારીને કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨ લાખ સુધીનો ર્નિણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. ૨૦૧૦માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે ૧ લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં ૨૦૧૯માં તે વધારીને ૧.૬ લાખ રૂપિયા કરવામાં આવી હતી.

આરબીઆઈએ કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર જારી કરવામાં આવશે. તેમણે આ ર્નિણય કૃષિના પડતર ખર્ચાઓ અને મોંઘવારીને ધ્યાનમાં રાખતાં લીધો છે, જેનાથી નાના અને સીમાંત ખેડૂતોને વધુ લોન ઉપલબ્ધ થઈ શકે. જાેકે એના માટે જરૂરી દસ્તાવેજ ખેડૂતોએ આપવા પડશે, જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ અને કૃષિથી સંકળાયેલા દસ્તાવેજ છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે ઇમ્ૈંએ એગ્રી સ્ટેક યોજના હેઠળ ડિજિટલ બેઝ ખેડૂત નોંધણીપત્રક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂત નોંધણી પત્રક તૈયાર થયા પછી ખેડૂતોને ઁસ્ કિસાન યોજના, પાક લોન માટે ક્રેડિટ કાર્ડ, એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને કૃષિ વિકાસની સાથે અન્ય લોન પણ ખેડૂતોને બહુ સરળતાથી મળશે. ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કરેલી ધિરાણ નીતિમાં સતત ૧૧મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઇમ્ૈંએ રેપો રેટ રાખ્યો છે. રિઝર્વ બેકે કેશ રિઝર્વ રેશિયો (ઝ્રઇઇ)ને ૫૦ બેઝિસ પોઇન્ટ ઘટાડીને ચાર ટકા કર્યો છે. પોલિસી પર સ્ઁઝ્રનું ‘દ્ગઈેં્‌ઇછન્’ વલણ અકબંધ છે. ઇમ્ૈંએ રેપો રેટ ૬.૫૦ ટકા, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ૬.૨૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ ૬.૭૫ ટકા પર જાળવી રાખ્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે.

Related Posts