સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરે ત્રણ વાગ્યા પછી વાતાવરણમાં વાદળો છવાયેલા જોવા મળ્યા.. તો વળી ચાર વાગ્યા બાદ તો ધીમો ધીમો ઝરમરિયો કમોસમી વરસાદ વરસવાનો પ્રારંભ થયો છે. ખેડૂતો પણ પોતાના ખેતરમાં રાખેલ તૈયાર પાક પલણી ન જાય તે માટે સાવરકુંડલાની દુકાનોમાંથી પ્લાસ્ટિક અને તાડપત્રી ખરીદવા ઉમટી પડેલ જોવા મળ્યા. તો માર્કેટ યાર્ડ દ્વારા પણ જ્યારે યાર્ડ ખુલે ત્યારે ખેડૂતોએ પોતાના પાક જણસને પ્લાસ્ટિક અને તાડપત્રી દ્વારા સંપૂર્ણ ઢાંકીને લાવવા માર્કેટ યાર્ડ સાવરકુંડલા દ્વારા જાહેર સૂચના દ્વારા જણાવવામાં આવ્યું છે. તો લોકો પણ દિવાળી પર્વ દરમિયાન થતી સાફ સફાઈ ઝુંબેશ સંદર્ભે પોતાના ઘરના ગાદલા ગોદડા કે અન્ય ચીજો તડકે તપાવવા માટે અગાસી ઉપર કે ફળિયામાં મૂકી હોય તે ફરી વરસાદને કારણે ન પલળે તેવા સુરક્ષિત સ્થાને મૂકી રહ્યા છે. સાવરકુંડલા ખાતે ભરાતી શનિવારી માર્કેટને પણ કમોસમી વરસાદી માહોલથી પોતાના ધંધામાં નુકસાનીનો માહોલ જોવા મળ્યો હતો . એકંદરે કમોસમી વરસાદ એ ખેડૂતો સમેત તમામ માટે નુકસાનકારક સાબિત થતો જોવા મળે છે.
ખાસકરીને નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં જ કમોસમી માવઠાનું આગમન એ તમામ માટે સારા સંકેતો તો ન જ ગણાય.હાલ વાતાવરણ સ્થિર છે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ નોંધનીય છે. એ આગામી દિવસોમાં કોઈ વાવાઝોડાના એંધાણ તો નથી આપી રહ્યું ને?
















Recent Comments