અમદાવાદ શહેરના ઘોડાસર ચાર રસ્તા ઉપર આવેલા ઓવરબ્રિજ પર સવારના સમયે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં એએમટીએસ બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર એએમટીએસ બસ ખરાબ થઈ ગઈ હતી અને તેને બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન બ્રિજ પર ટોઈંગ છૂટી જતા તેને ફરીવાર જાેડાણ કરવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન એક આઇસર ટ્રકે પુરપાટ ઝડપે પાછળથી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસની નીચે કામ કરી રહેલા ૨ ફોરમેન દટાઈ ગયા હતા અને તેમના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા.આ અકસ્માતની જાણ થતાંજ અમદાવાદના ટ્રાફિક ડ્ઢઝ્રઁ સહિન હસન સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાહતા. અકસ્માતને કારણે ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરીને આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments