બનાસકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં ડમ્પરની ટક્કર વાગતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને તેમની સાથે ટુ વ્હીલર પર સવાર યુવતીનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા ગુંદરી હાઈવે પર પિતા પુત્રી બાઈક પર પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચલાવનાર પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલી પુત્રીનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનામાં પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક બાઈક ચાલકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. હાઈવે પર ભારે વાહનો બેફામ ગતિએ પસાર થતાં હોય છે. જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે. આ અકસ્માતોમાં મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠામાં ટુ વ્હીલર પર જતાં પિતા-પુત્રીને ડમ્પરની ટક્કર વાગતાં પિતાનું કરૂણ મોત

Recent Comments