‘ફૌજી ૨’ની અભિનેત્રી ગૌહર ખાન શાહરૂખના ફોનની રાહ જાેઈ રહી છે
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણા રિયાલિટી શોનો હિસ્સો રહી ચૂકેલી ગૌહર ખાને હાલમાં જ એક ટીવી સિરિયલમાં ડેબ્યૂ કર્યું છે, જાેકે તેનું નામ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જૂનું છે, તેણે અત્યાર સુધી કોઈ ટીવી શોમાં કામ કર્યું નથી. હવે અભિનેત્રી શાહરૂખ ખાનના પહેલા ટીવી શો ‘ફૌજી’ની બીજી સીઝનનો ભાગ બની ગઈ છે. પોતાના ડેબ્યુ માટે ઉત્સાહ દર્શાવતા તેણીએ કહ્યું કે હું ખુશ છું કારણ કે હું હંમેશા મારા ડેબ્યુ માટે કંઈક આવું ઈચ્છતી હતી. શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝન શો ‘ફૌજી’થી કરી હતી. આ શો વર્ષ ૧૯૯૯માં દૂરદર્શન ચેનલ પર ટેલિકાસ્ટ થયો હતો. લોકોએ આ શોને ખૂબ પસંદ કર્યો અને હવે આ શોનો બીજાે ભાગ તેમના માટે ટીવી પર આવી રહ્યો છે. પોતાના પાત્ર વિશે વાત કરતાં ગૌહરે કહ્યું કે હું આ રોલ માટે ખૂબ જ ખુશ છું, કારણ કે હું હંમેશા એવું કામ કરવા માંગતી હતી જેમાં હું અભિનય કરી શકું.
‘ફૌજી ૨’ ૧૮ નવેમ્બરથી દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ રહી છે, ગૌહરે આ વિશે કહ્યું કે હું બાળપણમાં દૂરદર્શન પર શો જાેતી હતી, હવે તેના પર કામ કરીને એવું લાગે છે કે હું મારા બાળપણના સપનાને જીવી રહી છું. તેણે કહ્યું કે તેણે ક્યારેય શાહરૂખ ખાન સાથે કામ કર્યું નથી પરંતુ તેનું નામ તેની સાથે એક લાઇનમાં આવવું એ મોટી વાત છે. તેનું નામ શાહરૂખ સાથે જાેડવા પર તેણે કહ્યું કે તેને આશા છે કે શાહરૂખ શો જાેયા પછી મને ફોન કરશે અને કહેશે કે મેં સારો અભિનય કર્યો છે, આ મારી જીત હશે. ‘ફૌજી ૨’ સિવાય ગૌહરના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે તે હાલમાં વધુ બે શૂટિંગ કરી રહી છે. જેમાંથી એક રવિ દુબે અને સરગુન મહેતાના પ્રોડક્શન હાઉસનો પ્રોજેક્ટ છે. ગૌહરે કહ્યું કે આ મારું ફેવરિટ કેરેક્ટર છે, મને આ રોલમાં એટલો વિશ્વાસ છે કે શો જાેયા પછી લોકો મારા વખાણ કરવા ફોન કરશે. ‘ફૌજી ૨’નું નિર્માણ બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને અંકિતા લોખંડેના પતિ વિકી જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Recent Comments