fbpx
ગુજરાત

પોલીસ ની ધાક ઓસરી રહી છે. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આજરોજ સ્વ. હાર્મીશ ગજેરા ની હત્યા મામલે રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું 

રાજકોટ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આજરોજ સ્વ. હાર્મીશ ગજેરા ની હત્યા મામલે રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું કૂર્મી સેના નાં યુવાનો મોટી સંખ્યામાં સીપી કચેરી ખાતે ઉમટી પડ્યા સ્વ. હાર્મીશ ગજેરા ની હત્યા નાં આરોપી ને સખત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા અપાયેલા આવેદનમાં રાજકોટ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબ નું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે ગુનાખોરી રોકવાના વિવિધ કાયદાઓ તળે કામગીરી ચલાવવા રજૂઆત કરવામાં આવી હતી. શહેર માં પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તથા છરી ચપ્પુ જેવા ધારદાર હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો ને ખાસ ઝુંબેશ ચલાવી ઝડપી પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.સ્વ. હાર્મીશ ગજેરા ની હત્યાના આરોપી ને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જ સીટ મૂકવામાં આવે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટ માં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.સીપી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક કામગીરી ની ખાતરી આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવશે.સીપી કચેરી ખાતે આવેદન આપવા માટે આંતરાષ્ટ્રીય કૂર્મી સેના નાં હોદેદારો તથા સ્વ. હાર્મિશ ગજેરા નાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts