બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના ડરથી ઈસ્કોન સંસ્થાએ પણ હિંદુ ધર્મગુરુ નેતા ચિન્મય કૃષ્ણદાસથી કિનારો કરી લીધો
ઈસ્કોન બાંગ્લાદેશના મહાસચિવ ચારૂ ચંદ્ર દાસે કહ્યુ કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણદાસના કોઈપણ નિવેદન માટે ગતિવિધિની જવાબદારી નથી લેતુ. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘોષણા કરી કે ચિન્મય પ્રભુને હાલમાં જ તેમની સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિવેદન એ સમયે સામે આવ્યુ છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડનો વિવાદ ગરમાયો છે. ચિન્મય પ્રભુની સોમવારે ચટગાંવમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ દેશદ્રોહની કલમ લગાવવામાં આવી છે. તેમની ધરપકડ બાદ ઈસ્કોન સમર્થકો અને લઘુમતી સમુદાયના લોકોએ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો.
જે બાદ ઈસ્કોનને બેન કરવાની માગ તેજ થઈ ગઈ. ઈસ્કોન ને બેન કરવા માટે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં પણ યાચિકા દાખલ કરવામાં આવી હતી, જાે કે હાઈકોર્ટે ઈસ્કોનને બેન કરવાથી ઈનકાર કરી દીધો. કોર્ટે ઈસ્કોનની ગતિવિધિ પર બેન લગાવવાની યાચિકા એવુ કહીને ફગાવી દીધી કે કોઈ નક્કર પૂરાવા વિના તેના પર સ્વ સંજ્ઞાન ન લઈ શકાય. હાઈકોર્ટના ર્નિણય બાદ ઈસ્કોનના કોલકાતા શાખાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે તેને ન્યાયની જીત ગણાવી. તેમણે કહ્યુ કે અમારા પર પ્રતિબંધ લગાવવાની કોશિષ કરાઈ રહી હતી. પરંતુ કોર્ટે યાચિકા ફગાવતા આ લાખો માટે માટે રાહતની વાત છે. આ તરફ ભારતમાં ચિન્મય પ્રભુની ધરપકડ અને જામીન ન આપવા અંગે ઉંડો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બાંગ્લાદેશના હિંદિઓ અને અન્ય તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશના હાઈકોર્ટમા વકીલોના ગૃપે બુધવારે બાંગ્લાદેશ સરકારને એક કાયદાકીય નોટિસ મોકલી ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગ કરી અને તેને એક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યુ.
Recent Comments