સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ નાણાંકીય છેતરપીંડી થઇ હોય તો તુંરત આ નાણાંકીય નુંકશાન થતુ અટકાવવા માટે ૧૯૩૦ ડાયલ કરીને ફરીયાદ નોંધાવી શકાય છે.
આ ઉપરાંત ુુુ.ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકાય છે.
આજના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુન્હાઓ પણ વધી રહ્યા છે. રોજીંદા કાર્યમાં આપણે સવલત માટે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ,ત્યારે આપણે સાથે મળીને “ડિજીટલ સ્વચ્છતા” હામી બનીએ..
સાયબર ક્રાઇના અવનવા ક્રાઇમ થઇ રહ્યા છે,ત્યારે આપણે.યુ.પી.આઇ ફ્રોડ કેવી રીતે થાય છે, અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણીએ
યુ.પી.આઇ ફ્રોડની મુખ્ય ચાર મોડસ ઓપરેન્ડી-
યુ.પી.આઇ દ્રારા હેકર્સ મુખ્ય ચાર મોડસ ઓપરેન્ડીથી છેતરપીંડી કરી રહ્યા છે જેને ઓળખી-ઓળખાવીને સાયબક ક્રાઇમ ગુન્હાને જાકારો આપી
(૧) ઇ- કોમર્સ છેતરપીંડી- હેકર્સ ઇ-કોમર્સ સાઇટસ પર મોંધી વસ્તુઓ ખૂબ સસ્તામાં વેચવાની લાલચ આપે છે,અને આ લાલચથી ગ્રાહક પેમેન્ટ કરે છે,પેમેન્ટ કર્યા બાદ ખામી વાળી અથવા નકામી વસ્તુની ડિલવરી થાય છે અથવા ડીલવરી પણ થતી નથી, વધુમાં ગ્રાહક રિફંડ માંગે તો તેઓના દ્રારા મોકલેલ લીન્ક પર ક્લીક કરતાં ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઇ જાય છે
(૨) ભૂલથી રૂપિયા જમા કરાવવા- હેકર્સ પહેલાં ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા જમા કરે છે, અને પછી ભૂલથી જમા કરાવ્યા છે એમ કહી પૈસા પરત લેવા માટે લીન્ક મોકલે છે. આ લીન્ક પર ક્લિક કરવાથી એકાઉન્ટમાંથી રકમ ઉધાર થઇ જાય છે
(૩) લોટરી છેતરપીંડી- ગ્રાહકને લોટરી જીતી હોવાની વાત કહીને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે લીન્ક મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરતા નાગરિકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉધાર થઇ જાય છે.
(૪) ફિશિંગ બેન્ક ેંઇન્- ફિશિંગ બેન્ક લિન્ક દ્રારા નકલી બેન્કની વેબસાઇટ પર લઇ જવામાં આવે છે,જ્યાં યુઝરને યુ.પી.આઇની માહિતી દાખલ કરવા માટે કોઇપણ રીતે મજબૂર કરવામાં આવે છે. આ યુઝર પોતાના યુ.પી.આઇની માહિતી દાખલ કરે જેથી યુઝર બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઇ જાય છે
સ્પૂફિંગ અટકાવવા માટે મહત્વના ઉપાયો-
-(૧) અનઅધિકૃત લિન્ક પર ક્લિક ન કરો
-(૨) પીન-ઓટીપી ક્યારે શેર ન કરો
- (૩) સુરક્ષિત વાઇ-ફાઇ પર ટ્રાન્ઝેકશન કરો
- (૪) પેમેન્ટ રિકવેસ્ટને ધ્યાનથી ચેક કરો





















Recent Comments