અમરેલી

અમરેલી, બાબરા, બગસરા,દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આખરી આદેશ પ્રસિદ્ધ કરાયો

રાજ્ય ચૂંટણી આયોગે અમરેલી જિલ્લાની અમરેલી, બાબરા, બગસરા, દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આખરી આદેશ બહાર પાડ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગે બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને અમરેલી, બાબરા, બગસરા, દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની હવે પછી યોજાનારી સામાન્ય ચૂંટણી માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગ (આ વર્ગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સહિત) તથા સ્ત્રીઓ માટેની અનામત બેઠકો તથા બિન અનામત સામાન્ય બેઠકો નક્કી કરી બેઠકો ફાળવવા રાજ્ય ચૂંટણી આયોગે આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉક્ત નગરપાલિકાઓના સીમાંકનને લગતી અન્ય વિગતો યથાવત રહેશે. અમરેલી નગરપાલિકામાં ૧૧ વોર્ડ તેવી જ રીતે બાબરામાં ૬, બગસરામાં ૭, દામનગરમાં ૬ અને સાવરકુંડલામાં ૯  વોર્ડનો સમાવેશ થાય છે અને એક વોર્ડમાં ચાર બેઠકો હોય છે.

રાજ્ય ચૂંટણી આયોગની ઉક્ત નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સહિત) વારાફરતી ફાળવણી અંગેનો આદેશ અમરેલી જિલ્લાની સંબંધિત નગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અહીંથી નાગરિકો આ વિગતવાર આદેશ જોઈ શકશે, તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts