રાષ્ટ્રીય

મંદિર-મસ્જિદ વિવાદ પર સપા સાંસદ સામે હિંસા ભડકાવવાની FIR

પોલીસે હિંસા સંબંધિત મામલામાં ૭ હ્લૈંઇ નોંધી છે. ૬ નામાંકિત સહિત ૨૫૦૦થી વધુ અજ્ઞાત ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ૪નાં મોત થયાં. સોમવારે પોલીસે હિંસા ભડકાવવા બદલ જીઁ સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સદર ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. પોલીસે હિંસા સંબંધિત મામલામાં ૭ હ્લૈંઇ નોંધી છે. ૬ નામાંકિત સહિત ૨૫૦૦થી વધુ અજ્ઞાત છે. અત્યાર સુધીમાં ૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હિંસામાં જીવ ગુમાવનારા ચાર યુવકોના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એસપીએ કહ્યું કે સંભલ તાલુકામાં ઈન્ટરનેટ પ્રતિબંધ એક દિવસ માટે લંબાવવામાં આવી રહ્યો છે. આવતીકાલે એટલે કે મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રહેશે. આજે તમામ શાળાઓ બંધ રહેશે. ડીએમ રાજેન્દ્ર પાંસિયાએ સંભલ જિલ્લામાં ૧ ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્ઢૈંય્ મુનિરાજજીએ કહ્યું- હિંસા કરનાર બે મહિલાઓ સહિત લગભગ ૨૧ લોકોની પોલીસે ધરપકડ કરી છે. લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ સિવાય પોલીસે ૪૦૦ લોકો સામે હ્લૈંઇ નોંધાવી છે. રાહુલે ઠ પર લખ્યું- સંભલ અંગે રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યુ વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. વહીવટીતંત્ર દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા વિના અને અસંવેદનશીલતાથી લેવાયેલાં પગલાંથી વાતાવરણ વધુ વણસી ગયું હતું. તેના કારણે ઘણા લોકોના મોત થયા – જેના માટે ભાજપ સરકાર જવાબદાર છે.

Follow Me:

Related Posts