ગુજરાત

વડોદરાના સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં આગનો બનાવ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં ૧ મે ના રોજ રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે બીજા બનાવવામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પાસે જાની લારી ચલાવતા વેપારીને ત્યાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ થતાં પાઇપમાં આગ લાગી હતી. જાેકે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી પરંતુ આજ મોટી ન હોય વેપારીએ સમયસર ગેસનો બોટલનું રેગ્યુલેટર બંધ કરીને હોશિયારી મુજબ આગ ઓલવી નાખી હતી. ગેસના બોટલમાં લાગેલી આગના કારણે વેપારી સહિત ત્યાં ઉભેલા અન્ય ગ્રાહકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જાે કે સદનસીબે આ આગના બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.

Related Posts