ગુજરાત

વડોદરાના પ્રતાપનગર-ડભોઇ રીંગરોડ ઉપર આવેલા ગાદલા બનાવવાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના

વડોદરાથી પ્રતાપનગર-ડભોઇ રીંગરોડ પર આવેલા ગાદલા બનાવવાના એક ગોડાઉનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં આગ વિકરાળ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ગાદલા બનાવવાના એક ગોડાઉનમાં ભયંકર આગના બનાવને લઈને દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે-ગોટા જાેવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી, પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘટનાસ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગમાં ઓશીકા તથા ગાદલા બનાવવાની ફાઇબરની ગાસડીઓ સહિતની ચીજ વસ્તુઓ સળગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

Related Posts