અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં ‘ફાયર ફાઈટીંગ’ ઓપરેશન

સાવરકુંડલા નગરપાલિકામા હાલમાં રોજમદાર કર્મચારીઓનો મુદ્દો હોટ ટોપિક છે. સાંપ્રત ચીફ ઓફિસરની બાજનઝરે અનેક રોજમદાર કર્મચારીઓના ઢેબરાં અભડાવી દીધા છે. વાત જાણે એમ છે કે વર્તમાન સમયમાં ફરજ પર નિયુક્ત ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના તમામ ડિપાર્ટમેન્ટની અચાનક વિઝિટ (સરપ્રાઇઝ વિઝીટ) કરી અને કામ કરતાં તમામ કર્મચારીઓની ઝીણવટભરી તપાસ આરંભતા નગરપાલિકાના ઘણા વિભાગોમાં રોજમદાર કર્મચારીઓની અનિયમિતતા અને ગેરહાજરી ધ્યાને ચડતાં આવા કર્મચારીઓને છૂટા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ​

​​સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આવી પરિસ્થિતિ ઘણા સમયથી હોય એવું લોકોમાં ચર્ચાય રહ્યુ છે. આવી અક્ષમ્ય બેદરકારી કેમ અત્યાર સુધી ચલાવી લેવામાં આવી? એ પણ આશ્ચર્યનો વિષય છે.!! આવા રોજમદારોના નામો મસ્ટર રોલ પર હોય તો તેના  કારણે નગરપાલિકાને દર મહિને લાખો રૂપિયાનું મોટું નુકસાન પહોંચતું હોવું જોઈએ.હાલનું  ‘ફાયર ફાઈટીંગ’ ઓપરેશનના ભાગરૂપે અંદાજે પચ્ચાસ થી વધારે નામોની હકાલપટ્ટી કરવામાં આવી છે.​એવા સમાચારો જાણવા મળે છે ત્યારે આવા નામો રદ કરવાના આ નિર્ણયથી પાલિકાના લાખો રૂપિયાનો બચાવ ચોક્કસ થયો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવી બેદરકારી માટે કોની જવાબદારી ફિક્સ થશે?  ​નગરના જાગૃત નાગરિકોની માંગ છે કે:નગરપાલિકા બાકી રહેલી આવી અનિયમિતતાની સઘન ઊંડી અને તલસ્પર્શી તપાસ થાય અને આવી અનિયમિતતા સામે  તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ​આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે. હવે બુધ્ધિજીવોમાં ચર્ચા એ વાતની છે કે શું નામ ખાલી પગાર લેવા માટે જ ચલાવવામાં આવતા હતા? અને જો એવું હોય તો આ કરોડો રૂપિયાનો પગારનો બોજ જનતાના પૈસાની તિજોરી ખંખેરવામાં જવાબદાર કોણ?

કે તંત્ર ખાલી નામ કાઢીને સંતોષ માની લેશે કે આ પગાર સ્વરૂપી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી પણ થશે?

Related Posts