ગુજરાતમાં સતત ગરમી પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-૧મા અચાનક આગ લાગવાથી દોડાદોડી મચી જવા પામી હતી. લક્ષ્મી એન્ક્લેવ-૧મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઘટના ની પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એન્ક્લેવ-૧મા મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતાં. એક યુવક લિફ્ટમાં ફસાઈ ગયો હોવાથી તેને પણ લિફ્ટમાંથી બહાર કાઢી લેવાયો હતો. આગની ઘટના બનતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી.
આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે ફાયરના જવાનોએ હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કર્યો હતો. ફાયર વિભાગે કૂલ પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લીધા હતાં. આગ લાગવાનું મુખ્ય કારણ બિલ્ડિંગમાં મીટર રૂમમા સ્પાર્ક થયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

Recent Comments