સૌરાષ્ટ - કચ્છ

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આગની ઘટના

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
સરપટા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે વિસ્ફોટ થયા હતા તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આગની ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગ લાગવાની ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. આગના લીધે સ્થાનિક લોકોના જીવ તાળવી ચોંટી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
જુની જેલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા અંદાજિત ૫૦૦થી ૬૦૦ જેટલા વાહનોનો ખડકલો કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય પણ ૪૦૦ જેટલા વાહનો અહીં રાખવામાં આવ્યા હતા, જેમાં બપોરના સમયે બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે અહીં રાખવામાં આવેલા મોટાભાગનાં વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા.

Related Posts