ભાવનગર

મહુવા નગરપાલિકાની પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ માટે ફાયર સેફ્ટીની તાલીમ 

શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મહુવા નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ 

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ 

પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટીની તાલીમ યોજાઈ 

શહેરી વિકાસ વર્ષને અનુલક્ષી મહુવા નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના સ્ટાફ તથા ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે આપાતકાલીન પ્રતિસાદ તાલીમનું આયોજન 

માહિતી બ્યુરો, ભાવનગર

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકા તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત મહુવા નગરપાલિકાની શાળા એમ.એસ.બી.-૫ અને શાળા એમ.એસ.બી.-૧૫ના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ ૪૧૮ તાલીમાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગેની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.

વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટનાથી બચવા અને તેનો સામનો કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓને સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ મહુવા જિલ્લાની મહુવા નગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૭ શાળાઓ માટે ફાયર સેફ્ટી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. 

તે પૈકી મહુવા નગરપાલિકાની શાળા એમ.એસ.બી.-૫ અને એમ.એસ.બી.૧૫ના સંયુક્ત કેમ્પસ ખાતે શાળાના આચાર્યશ્રીના અધ્યક્ષસ્થાને ફાયર સેફ્ટી જેવી મહત્વની તાલીમ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ અને શાળાના તમામ કર્મચારીઓને આપવામાં આવી હતી. આ તાલીમનો લાભ ૪૦૭ વિદ્યાર્થીઓ તથા શાળાના ૧૧ કર્મચારીઓ મળી કુલ ૪૧૮ તાલીમાર્થીઓએ લીધો હતો.

તળાજા મોડેલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ચિરાગભાઈ વાળા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપી. જેમાં ફાયર સેફ્ટી અંતર્ગત આગના વિવિધ પ્રકારો અને તેને કાબુમાં લેવા માટે ઉપયોગી વિવિધ પદ્ધત્તિઓ તથા અગ્નિશમન સાધનોનાં ઉપયોગ વિશે સમજ આપવામાં આવી અને સાધનો/ઉપકરણોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. 

Related Posts