પાકિસ્તાની સેનાની વધુ એકવાર નાપાક હરકત, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ ની ઘટના બની હતી. આ ઘટના બાબતે સમાચાર મળતા જ સેના દ્વારા ફાયરીંગના સ્થળે પર તાત્કાલિક ધોરણે વધારા ની સેના મોકલવામાં આવી છે.
હુમલા પછી તરત જ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું અને ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આ ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી. સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું.
આ ઘટના બાદ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ કાવતરાં ઘડે છે પરંતુ બહાદુર ભારતીય સૈનિકો દર વખતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપે છે અને તેને દર વખતે હારનો સામનો કરવો પડે છે.પાકિસ્તાન અને ભારતની વચ્ચે હાલમાં જ એક ફ્લેગ મીટીંગ થઇ હતી. મીટિંગ બાદ જ આ પ્રકારની ઘટનાએ લોકોને પરેશાન કરી દીધા. સરહદ પર છેલ્લા ઘણા દિવસોથી આવા હુમલા વધી રહ્યા છે.
Recent Comments