અમરેલી

નવયુગ તરફ પહેલું પગલું “:સાવરકુંડલામાં બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પ નું આયોજન

બાળકોમાં એકાગ્રતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે સમર કેમ્પ નું આયોજન

આજે પ્રત્યેક માતા પિતાની ઇચ્છા હોય છે કે એનું બાળક સર્વશ્રેષ્ઠ બને. આજના પ્રતિયોગિતા અને તણાવપૂર્ણ વાતાવરણ માં બાળક સ્વસ્થ અને સુરક્ષિત રહી સુસંસ્કૃત બને તેમજ બાળકમાં એકાગ્રતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે એ માટે દરેક માતાપિતા પ્રયત્નશીલ હોય છે. વર્તમાન સમયમાં બાળક વિવેકી, સંતુલિત અને અનુશાસિત બને અને સર્વાંગી વિકાસ સાધી શકે તેમજ આધુનિક સમયમાં સુરક્ષિત રહે તે માટે ધ્યાન એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે.

માતા પિતા પોતાના બાળકોમાં જે ગુણ લાવવા માંગે છે તે ધ્યાન દ્વારા શક્ય છે. ઘણાને પ્રશ્ન થાય કે ધ્યાન દ્વારા એ કઈ રીતે? આ માટે હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પ્રેરિત હિમાલયન ધ્યાન યોગ  એ અનુભૂતિ પર આધારિત સરળ ધ્યાન સંસ્કાર છે. બાળકોને જો નાનપણથી ધ્યાન કરાવવામાં આવે તો અદ્ભુત પરિણામ પ્રાપ્ત થઈ શકે. બાળકો ધ્યાન સાથે જોડાઈને સર્વાંગી વિકાસ સાધે તે માટે તા. 01/06/2025 થી તા. 03/06/2025 દરમિયાન આનંદ આશ્રમ, શિવાજી નગર, સાવરકુંડલા ખાતે  ‘નવયુગ તરફ પહેલું પગલું’ – એવા એક અનોખા સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 વર્ષથી લઈ 14 વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે.  

આ સમર કેમ્પ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, જસદણ, ઉપલેટા તેમજ અમદાવાદ, નડિયાદ, આણંદમાં પણ યોજાવા જઈ રહ્યો છે. આ સમર કેમ્પ માં બાળકમાં રહેલી આંતરિક શક્તિ ને ઉજાગર કરવાની વિવિધ પ્રવૃત્તિઓ, ધ્યાન દ્વારા સ્વયંના અસ્તિત્વને ઓળખી ભીતરના અંતરાત્માનો અનુભવ, આપણી સંસ્કૃતિને સમજીને તેની સાથે જોડાવવા ની પ્રવૃત્તિઓ તેમજ જ્ઞાન સાથે ગમ્મત કરાવવામાં આવશે. આ ઉપરાંત માતાપિતા માટે ખાસ સત્ર પણ રાખવામાં આવેલ છે. આજના સમયમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. ધ્યાન કરવાથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે તો આ સમર કેમ્પમાં માતાપિતા અને બાળકો જરૂરથી જોડાય. વધુ માહિતી માટે 8347103237/9428619499 નંબર પર સંપર્ક કરી શકાશે.

Related Posts