અમરેલી

કેવીકે વ્યારા ખાતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પાંચ દિવસીય તાલીમ યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સનની પાંચ દિવસીય તાલીમ યોજાઇ હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ભારત સરકારએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અમલી કરેલ છે. આ મિશનના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.  ઝેડ.પી. પટેલની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ કેવીકે ખાતે કૃષિ સખી તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સન માટે તા.૧૨/૦૫/૨૦૨૫ થી ૧૬/૦૫/૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષય પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકેના વૈજ્ઞાનિકો, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-તાપી અને સ્ટાફ, પ્રગતિશીલ ખેડૂતો, NGOના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજનાની ઝાંખી, ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાણકારી આપી જરૂરી સૂચનો કર્યા હતા. પાંચ દિવસ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત તથા કેવિકેના વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર વગેરે જેવા જૈવિક કલ્ચરોની બનાવટોને પધ્ધતિ નિદર્શન દ્વારા શિખવાડવામાં આવી હતી.

Related Posts