FLASH ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર મંગળવારે બંધ રહેશે
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેનાર છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા પાસે ટીંબી સ્થિત વિનામૂલ્યે સારવાર સેવા આપતી સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આગામી સોમવાર તા.૧૬ તથા મંગળવાર તા.૧૭ એમ બે દિવસ બંધ રહેશે. જો કે તાત્કાલિક સારવાર અને પ્રસૂતિ વિભાગ શરૂ રહેશે તેમ જણાવાયું છે. સંસ્થા દ્વારા યાદી મુજબ તબીબ કર્મચારી કાર્યકર્તાઓ આ દિવસો દરમિયાન પ્રવાસમાં હોઈ સારવાર નિદાન થઈ શકશે નહિ જે બુધવાર તા.૧૮થી રાબેતા મુજબ કાર્યરત રહેશે. વધુ વિગત માટે ૦૨૮૪૩- ૨૪૨૦૨૪ તથા ૨૪૨૪૪૪ અને ૮૭૫૮૨ ૩૪૭૪૪ તથા ૮૧૫૬૦ ૯૯૯૫૩ ઉપર સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે.
Recent Comments