ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક શ્રી વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે.
ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યાર્થી શ્રી વૈદિક દવેએ અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ ( વર્ષ ૪થી ૧૬) સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિધ્ધિ મેળવી છે.
ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવતા વાંસળીવાદક શ્રી વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. વાંસળીવાદન તાલીમ આપનાર ભાવનગરના ગુરુ શ્રી જયભાઈ માણેકશાના માર્ગદર્શન અને સંગીતકાર ગાયક પિતા શ્રી ધ્રુવભાઈ દવેના પ્રોત્સાહન સાથે બાળકલાકાર સંગીતકારની આ સિધ્ધિ માટે પરિચિતો દ્વારા અભિનંદનની લાગણી વ્યક્ત થઈ રહી છે.


















Recent Comments