અમરેલી

સામાન્ય ચૂંટણી ની આચારસંહિતા બાદ. દામનગર શહેર ને પુનઃ તાલુકો આપો ની માંગ માટે સુરત ખાતે પંથક ના અગ્રણી ઓની મીટીંગ મળી

દામનગર શહેરી સહિત ગ્રામ્ય પંથક ને પુનઃ તાલુકો આપો ની માંગ માટે સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ ફરી મેદાને સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ ની સુરત ખાતે મીટીંગ યોજાય દામનગર સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી એ મીટીંગ માં હાજરી આપી આગામી દિવસો માં એક પ્રતિનિધિ મંડળ રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સામાન્ય વહીવટ વિભાગ ને રૂબરૂ મળી દામનગર ને પુનઃ તાલુકો આપો ની બુલંદ માંગ કરશે દામનગર ને પુનઃ તાલુકો મળવા ની વ્યાજબી માંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા યુવા આર્મી ના અગ્રણી ઓ મહેશભાઈ નારોલા સંજયભાઈ નારોલા મુકેશભાઈ બુધેલીયા અરવિંદભાઈ બુધેલીયા હરેશભાઇ વાવડીયા સહિત ના યુવાનો દ્વારા સમગ્ર પંથક ની પ્રાથમિક સુવિધા સૌની યોજના નું પાણી અશાંત ધારો તાલુકો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત ની બાબતે પરામર્શ કરાયો હતો સમગ્ર પંથક ના યુવાનો એ વતન ની ચિતા માટે મોટી સંખ્યા માં મીટીંગ માં હાજરી આપી હતી 

Follow Me:

Related Posts