ગુજરાત

હાઈકોર્ટના આદેશના પગલે દાહોદના પીએસઆઈ અને બિટ જમાદાર સામે ગુનો નોંધાયો

દાહોદમાં પીએસઆઈ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. હાઇકોર્ટના આદેશના પગલે બંને પર ગુનો નોંધાયો છે. પીએસઆઈ વિપુલ ગોહિલ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. બંનેએ ભોગ બનનારના ઘરે જઈ ગડદાપાટુનો માર માર્યો હતો. દાહોદમાં પીએસઆઈ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. હાઇકોર્ટના આદેશના પગલે બંને પર ગુનો નોંધાયો છે. પીએસઆઈ વિપુલ ગોહિલ અને બિટ જમાદાર પર ગુનો નોંધાયો છે. બંનેએ ભોગ બનનારના ઘરે જઈ ગડદાપાટુનો માર માર્યો હતો. પીએસઆ વિપુલ ગોહિલે જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા હતા.

ભોગ બનનારે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ લીમખેડાના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે દાહોદના પીએસઆઈ અને બિટ જમાદારે નાગરિક આચારસંહિતાનો ભંગ કર્યો છે. સામાન્ય નાગરિકનું રક્ષણ કરવાના બદલે તેની સાથે આ પ્રકારનો વ્યવહાર તેઓએ કઈ રીતે કર્યો. પોલીસ એક સામાન્ય નાગરિક સાથે આ પ્રકારને કઈ રીતે વર્તી શકે. કોઈ ગુનેગાર સાથે પણ કરી ન શકાતો હોય તેવો વ્યવહાર પોલીસે સામાન્ય નાગરિક સાથે કઈ રીતે કર્યો. હાઇકોર્ટે આ પ્રકારના વ્યવહારના પગલે પોલીસને રીતસરની ખખડાવી હતી, તેની સાથે કાયદાકીય પ્રક્રિયા સિવાયનો પગલાંનો આશ્રય લેવા બદલ પોલીસને ચેતવણી પણ આપી હતી. તેની સાથે ભવિષ્યમાં પણ આવું બીજા કોઈ સાથે ન કરવું તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત જાતિવિષયક શબ્દો બોલીને તેનું અપમાન કર્યુ તે આખા પ્રકરણની નોંધ લઈને ડીવાયએસપીને તપાસ સોંપી છે. આમ ડીવાયએસપી આ કેસની તપાસ કરીને તેનો રિપોર્ટ હાઇકોર્ટને સુપ્રદ કરશે.

Follow Me:

Related Posts