તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને વાલીઓને માર્ગદર્શન આપ્યું. સાથે બાળકના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા અંગે વાલીઓને પણ સજાગ કરેલ. કાર્યક્રમમાં ધોરણ – 10 અને 12 નાં તેજસ્વી વિધાર્થીઓને વાલીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માર્ગદર્શન સેમિનાર અને વાલીસંમેલનમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.
ધોરણ – 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

Recent Comments