આઈ. સી. ડી. એસ. સાવરકુંડલા દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં સુપરવાઇઝર, કોઓર્ડીનેટર, આ. કાર્યકરો વોર્ડના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવેલ. વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર કેશવભાઈ બગડા અને વનીતાબેન કોઓર્ડીનેટર દ્વારા લાભાર્થીઓને પોષણયુક્ત આહાર તેમજ સરકારશ્રી દ્વારા બાલ શક્તિ, માતૃશક્તિ પૂર્ણાશક્તિનો લાભાર્થીઓ આહારમાં વધુ ઉપયોગ કરે અને સરકારના તંદુરસ્ત બાળક માતા કિશોરી તો જ તંદુરસ્ત ભારતના સૂત્ર સાર્થક થશે તેની સમજ આપવામાં આવી. તેમજ કુપોષિતમાંથી અપગ્રેટ બનેલ બાળકો અને વાલીઓને બોલાવીને ચિત્રપોથી, કલર, રૂમાલ આપીને પ્રોત્સાહિત કરેલ. તેમજ વર્કર બહેનોએ પ્રિમિક્સ અને મિલેક્સમાંથી સરસ વાનગી બનાવી તેનું નિદર્શન પણ કરેલ
સાવરકુંડલામાં વોર્ડ નંબર ૪,૫, ૬ ના વિસ્તારના લાભાર્થીઓ માટે પોષણમાસ અંતર્ગત આઇ. સી. ડી. એસ સાવરકુંડલા અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી


















Recent Comments