અમરેલી

સાવરકુંડલામાં પ્રથમ વખત ઐતિહાસિક “નાવલી પ્રીમિયર લીગ” ક્રિકેટ મેચનું સફળ આયોજન સંપન્નરંગારંગ કાર્યક્રમ સાથે ફાઇનલ મેચ – ક્રિકેટ મેચની ૧૫ દિવસની શૃંખલાનું સમાપન

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં નાવલી પ્રીમિયર લીગ નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ લીગે પ્રદેશ ના યુવા ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ માં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૫૬ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિધાનસભા ક્ષેત્રના ૭૫૦ યુવા ખેલાડીઓએ પોતાની ખેલદિલી અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું, તેમણે દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. દરેક મેચમાં જોવા મળેલો જોરદાર મુકાબલો અને જીત માટેની તીવ્ર ખેવના આ ટુર્નામેન્ટ અત્યંત સફળ બનાવી હતી. નાવલી પ્રીમિયર લીગ નું આયોજન યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. આયોજકોનું માનવું છે કે આવા આયોજનો સ્થાનિક સ્તરે ક્રિકેટની પ્રતિભાઓને ઓળખવામાં અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વિધાનસભા સમુદાય અને આગેવાનોએ સક્રિય સહયોગ આપ્યો હતો. આયોજકોએ તેમના અમૂલ્ય સહકાર બદલ સૌ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમના સહયોગ વિના આ ટુર્નામેન્ટનું આટલું સફળ આયોજન શક્ય નહોતું. ટુર્નામેન્ટના અંતે એક ભવ્ય સમારોહ માં વિજેતા ટીમ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ આવા વધુ આયોજનો કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રની સ્થાનિક પ્રતિભાઓને તેમની કળા દર્શાવવા માટે એક મજબૂત મંચ મળી રહે. નાવલી પ્રીમિયર લીગનું આ સફળ આયોજન સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રના ક્રિકેટ પ્રેમીઓ માટે એક યાદગાર ઘટના બની રહી છે. 

Related Posts