“અમરેલીમાં આવેલા વેસ્ટન પાર્કમાં છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટ ના પોલ પડી ગયેલ હોય ખુલ્લા તાર એમનામ લટકતા હોય જ્યાં બાળકો રમતા હોય જેને લઈને મોટી જાનહાની થવાનું જોખમ હોય

“અમરેલી નગરપાલિકાના પાપે દલિત વિસ્તારમાં અંધારા અને દલિત વિસ્તાર સાથે ઓરમાયુ વતૅન “અમરેલીમાં આવેલા વેસ્ટન પાર્કમાં છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટ ના પોલ પડી ગયેલ હોય ખુલ્લા તાર એમનામ લટકતા હોય જ્યાં બાળકો રમતા હોય જેને લઈને મોટી જાનહાની થવાનું જોખમ હોય જેમની જાણ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરેલ હોય તથા નગરપાલિકામાં ટેલીફોનિક અને મૌખિક રજૂઆતો કરેલી હોય પરંતુ આ લોકોએ દલિત વિસ્તારમાં કામ ન કરવાની નેમ લીધેલી હોય તેવું અમને લાગી આવેલ છે.
આ વિસ્તારમાં ગંદકીના ગંજ પણ 20 -25 દિવસે ઉપાડવામાં આવતા હોય આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં એકબીજાને ખો આપતા હોય તેમ સ્ટ્રીટલાઈટવાળા બાંધકાવાળા ઉપર અને બાંધકામ વાળા સ્ટ્રીટ લાઈટ વાળા ઉપર ઢોળી દેતા હોય એમ ગલ્લા તલ્લા મારીને છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં અંધારા પટ છે અને ખુલ્લા વાયર એમનામ લટકતા હોય જ્યાં બાળકો રમતા હોય જેને લઈ ને મોટી જાનહાની થવાની વાટ જોઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે શું આ વિસ્તાર અમરેલી નગરપાલિકાની હદમાંઆવતો નથી કે પછી દલિત વિસ્તાર હોવાના કારણે ત્યાં જાણી જોઈને કામ કરવામાં આવતા નથી ખુલ્લા વાયર પાસે બાળકો રમતા હોય અને જો કોઈ મોટી જાનહાની થાય તો તેમની સંપૂર્ણ જવાબદારી અમરેલી નગરપાલિકાની રહેશે અને છેલ્લા સાત દિવસની અંદર જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો દલિત સમાજ દ્વારા નગરપાલિકા નો ધેરાવ કરવાનો કાર્યક્રમ કરવામઆ કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
Recent Comments