સાવરકુંડલા તાલુકાના પીયાવા-ધાર ના રોડ રસ્તા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રતાપ દુધાત ના સમયકાળ માં મંજુર થઇ અને જોબ નંબર મળ્યા બાદ પણ આ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલ નહી અને લગ્ને લગ્ને કુવારા ધાર-પીયાવા રોડ પૂર્ણ થવા માટેપૂર્વ-ધારાસભ્ય પ્રતાપ દુધાત અને તેમની ટીમ દ્વારા સત્ય નારાયણ ભગવાનની કથા અને રામધુન કરતા ભાજપ અને તંત્ર સફાળું જાગતા આ રોડ ની કામગીરી શરૂ કરવામાં આવેલ સાવરકુંડલા તાલુકાના પીયાવા-ધાર ના રોડ રસ્તા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રતાપ દુધાત ના સમયકાળ વર્ષ 2022માં તા. ૨૫/૦૨/૨૦૨૨ માં મંજુર થઇ અને જોબ નંબર મળ્યા બાદ તે સમયે પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા ખાત મુહર્ત કર્યા બાદ તેમના સમયકાળ પૂર્ણ થતા અને ચુંટણી આવતા હાલના વર્તમાન ધારાસભ્ય શ્રી દ્વારા પણ તેમનું ખાતમૂહર્ત કરવામાં આવેલ હતું ,પણ આ ડબલ એન્જીન સરકાર ના સતાધીશો દ્વારા આજદિન સુધી પૂર્ણ કરવાની જવાબદારી નિભાવી શક્યા નહોતા અને તેમની સાથોસાથ વહીવટી તંત્ર,સરકાર પણ આવા પોતાને જસ મળે તેમ નાં હોય તેવા કામો ખોરંભે પાડી રહ્યા છે
ત્યારે આ આ સરકાર નાં સતાધીશો અને વહીવટીતંત્ર ને જગાડવા માટે પ્રતાપ દુધાત અને તેમની ટીમ દ્વારા સત્યનારાયણ ભગવાન ની કથા કરવામાં આવી અને સત્ય નારાયણ ભગવાન ને પ્રાર્થના કરી અને તેમના ચરણો માં અરજ કરવામાં આવી હતી જેથી આ કોંગ્રેસ પરિવાર અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને તેમની ટીમની અરજ સત્યનારાયણ ભગવાન અને હનુમાનજી મહારાજ સાંભળી અને આ સરકાર નાં સતાધીશ અને વહીવટીતંત્ર માં પ્રોત પ્રગટ્યું અને આ ઘણા સમયથી બંધ પડેલ ધાર-પીયાવા રોડ નું કામ નો શુભઆરંભ કરવામાં આવી રહ્યો છે. આ રોડ ની કામગીરી શરુ થતા ધાર અને પીયાવા ગામ નાં ગ્રામ જનો માં આનંદ વર્તાય રહ્યો છે. અને લોક મુખે સંભળાઈ રહ્યું છે, કે ભાજપ તો માત્ર રામ નું નામ મગજ માં રાખે છે જયારે ચુંટણીઓ આવે ત્યારે તેમના મુખે રામ આવે પરંતુ કોંગ્રેસ તો રામનું નામ હદય માં રાખે છે અનેરામને આગળ રાખી અને ધર્મનુસાર કથાઓ રામધુનો કરી ને પ્રજાલક્ષી કામો કરાવે છે.


















Recent Comments