સાવરકુડલા શહેર ભાજપ દ્વારા શહેરમાં છેલ્લા ૧૦ દિવસ દરમિયાન વધતી ચોરીની ઘટનાઓ તેમજ ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી (ટાઉન)ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચનાથી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ દ્વારા પોલીસ તંત્રનું ધ્યાન આ તરફ દોરવામાં આવ્યું હતું. શહેરમાં ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા જરૂરી પગલાં લેવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ સાથે શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ રાજેશભાઈ નાગ્રેચા, મોહિતભાઈ સુદાણી તેમજ કુલદીપભાઈ કોટીલા ઉપસ્થિત રહ્યા હતા.શહેરના નાગરિકોની સુરક્ષા અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ વિભાગ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં


















Recent Comments