આ વર્ષે બીજી વખત અજિત દુર્ઘટનાનો શિકાર થયા

મોટર સ્પોર્ટ ઇવેન્ટમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રેસિંગ ટ્રેક પર અભિનેતા અજિતની ગાડીને નડ્યો અકસ્માત એક ઇન્ટરવ્યુમાં સાઉથના પ્રખ્યાત અભિનેતા અજીત કુમારે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનકડો અકસ્માત થઇ ગયો. સૌભાગ્યથી કોઇને કંઇ જ નથી થયું. અમે ફરીથી કાર રેસ જીતીશું અને પોતાનું ગૌરવ સ્થાપિત કરીશું. અમે તે મિત્રોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમણે દુર્ઘટના દરમિયાન અમારો સાથ આપ્યો.
આ વર્ષે બીજી વખત અજિત દુર્ઘટનાનો શિકાર થયા હતા. ગત્ત મહિને ૮ જાન્યુઆરીએ અજિતનો દુબઇમાં અકસ્માત થઇ ગયો હતો. ત્યારથી તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. તેઓ ૨૪ૐ દુબઇ ૨૦૨૫ કાર રેસિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે દુબઇમાં હતા. જેના માટે એક્ટરે ૬ કલાક લાંબો પ્રેક્ટિસ સેશન કરી રહ્યા હતા. પ્રેક્ટિસ સેશન ખતમ થયાની થોડી મિનિટો પહેલા જ અજિતની પોર્શ કાર બૈરિયર સાથે ગંભીર રીતે ટકરાઇ ગઇ હતી.
અજિત કુમારના પ્રૈક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. વીડિયોમાં દેખાયું કે, અજિતની કાર અચાનક કંટ્રોલ ગુમાવી દે છે અને ટ્રેક પર અનેકવાર ઘુમતી જાેવા મળી હતી. આગળ જઇને કાર બૈરિયરથી ખુબ જ ખરાબ રીતે ટકરાઇ જાય છે. તેના તુરંત બાદ અજિતને કારથી બહાર કાઢવામાં આવ્યો હતો.
Recent Comments