વનવિભાગના ૩પ જેટલા કર્મચારીઓ સીમ વિસ્તાર ખૂંદી રહ્યા છે
સિંહણના મોત બાદ તેના મૃતદેહને રેવન્યુ વિસ્તારમાં ફેંકી દીધાની આશંકા
થોડા દિવસો પહેલા લીલીયાના કણકોટ ગામે રેવન્યુ વિસ્તારમાં સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં તેમના મૃતદેહનો કબજા લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ચર્ચાતી વિગતો મુજબ સિંહણનું મોત વીજશોકથી થયુ હોવાની શંકા છે. જા કે સાચી હકીકત વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણનું મોત શંકાસ્પદ હોવાથી વનવિભાગની ટીમ સિંહણનું મોત નિપજાવનારને શોધવા કામે લાગી છે. ૩પ જેટલા વનવિભાગના કર્મચારીઓ સીમ વિસ્તાર ખૂંદી રહ્યાં છે. વનવિભાગે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે સિંહણનું મોત નિપજાવનારને પકડવા માટે વનવિભાગ છેલ્લાં ચાર દિવસથી હવામાં બાચકા ભરી રહ્યું છે. જયારે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સિંહણનું મોત કોઈ અન્ય જગ્યાએ થયું હોય અને તેના મૃતદેહને કણકોટના રેવન્યુ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.
કણકોટ રેવન્યુ વિસ્તારમાં મળેલા સિંહણના મૃતદેહ બાદ વનખાતાના હવામાં બાચકા

Recent Comments