અમરેલી

ડુંગળી માટે MSP ભાવો નકકી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરતા અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા

ર્વ સાંસદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવ્યોઅમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવો મળી રહે તે માટે MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) અંતગૅત ડુંગળીના ભાવો નકકી કરવા બાબતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ઝડપથી કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.

પૂર્વ સાંસદ કાછડીયાએ કરેલ રજૂઆત મુજબ સમગ્ર ભારતમાં ડુંગળી ઉત્પાદન કરતા રાજયોમાં ગુજરાત મહત્વપૂર્ણ રાજયોમાંનું એક રાજય છે. વર્તનનમાં ગુજરાતમાં નવી ડુંગળીનો સ્ટોક બજારમાં આવી રહયો છે જેનો ખેડૂતોને ભાવ ફકત ૦૩ થી ૦૫ રૂા. પ્રતિ કિલો મળી રહયા છે. ખેડૂતોને ડુંગળી ઉત્પાદન કરવામાં પ્રતિ વિદ્યા અંદાજીત ૩૦ હજાર રૂપીયા જેવી લાગત આવે છે જેની સામે અત્યારે ખેડૂતોને ખૂબ જ નીચા ભાવો મળી રહયા છે. જેના લીધે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને વિઘા દીઠ અંદાજીત૦૫ હજાર થી લઈ ૧૦ હજાર રૂપિયાનું નુકશાન થઈ રહ્યુ છે. જો આમ જ ખેડૂતોને ડુંગળીના નીચા ભાવો મળતા રહયા તો ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડશે. તેથી ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે MSP અંતગૅત ડુંગળીના ભાવો નકકી થાય તે માટે અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ભારત સરકાર અને રાજય સરકારમાં અસરકારક રજૂઆત કરેલ છે.

Related Posts